ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખરીફ 2025-26 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે (MSP) ખરીદી નોંધણી શરૂ કરવામાં આવી છે.
નોંધણી વિગત
સમયગાળો: 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર 2025
પાકો આવરી લેવાયેલા: મગફળી, મગ, અડદ અને સોયાબીન
પોર્ટલ: ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી ફરજિયાત
સુવિધા કેન્દ્રો: ગ્રામ્ય કક્ષાના ઇ-ગ્રામ કેન્દ્રોમાં Village Computer Entrepreneur (VCE) મારફતે
મફતમાં નોંધણી
2025–26 MSP ટેકાના ભાવ
પાક MSP (₹ પ્રતિ મણ) 20 Kg ના ભાવ નીચે મુજબ છે.
મગફળી ₹1,452
મગ ₹1,753
અડદ ₹1,560
સોયાબીન ₹1,065
ઇ-ગ્રામ કેન્દ્રોની ભૂમિકા
ગામડાંઓમાં ઘણા ખેડૂતો હજી ડિજિટલ પ્રોસેસથી અજાણ છે. તે માટે સરકારે Village Computer Entrepreneurs (VCEs) ની વ્યવસ્થા કરી છે, જે ખેડૂતો માટે મફતમાં MSP નોંધણી કરશે.
ખેડૂતો મિત્રો, આપના પાકની MSP નોંધણી સમયસર પૂર્ણ કરો અને સરકાર દ્વારા મળતા ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહો.